વલસાડ ગઈ રાતે તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ઉપર આહીર ગૃપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા. ત્યારે ડીજે ઉપર ડાન્સ કરી રહ્યાં હતા.આ દરમિયાન PI દીપક ઢોલ પોતાના સ્ટાફ સાથે ડીજે બંધ કરાવવા ગયા હતા. જેમાં એક પોલીસ જવાનને ધક્કો લાગતાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ડીજેની બાબતે પોલીસ અને પબ્લિક વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણની જાણ ધારાસભ્ય ભરત પટેલને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.જેમાં વચ્ચે પડેલા ભાજપના ધારાસભ્ય ભરત પટેલે જાહેરમાં PIને ધમકાવ્યા હતા. જેનો વીડિયો પણ છે. જેમાં ધારાસભ્ય ભરત પટેલ જાહેરમાં PI દીપક ઢોલને કહે છે કે, ‘તાજીયામાં ડીજે વગ્યું અમે કઈ કીધું નથી તો તમે ગણપતિમાં વાગતા ડીજેને અટકાવશો તે નહીં ચાલે. હું ધારું તો અત્યારે હુલ્લડ થાય તેમ છે.’ ધારાસભ્યની આ ઉગ્ર ધમકીનો વીડિયો પણ સામે આવ્યો છે. ‘હું ધારું તો અત્યારે હુલ્લડ થાય એમ છે.’
જોકે, આ બાબતે ધારાસભ્યએ જણાવ્યુ હતું કે મારા 10 વર્ષના શાસનમાં મારે ક્યારેય પોલીસ સાથે બબાલ થઇ નથી. મે તો એમ કહ્યું હતું કે, હું ન આવ્યો હોત તો હુલ્લડ થયું હોત. જો હું ત્યાં સમયસર ન ગયો હોત તો વધારે બબાલ થઇ હોત. લોકો ઉગ્ર બન્યા હતા. મે જઇને બધાને શાંત પાડ્યા હતા.