વન રક્ષક પેપરકાંડમાં સુપરવિઝન કરનાર અલ્પેશ પટેલ સરકારી કર્મચારી ન હોવાનું સામે આવ્યું

શાળાના પટાવાળાએ ગેરકાયદેસર મોબાઈલ રાખ્યો

0
138
સુપરવિઝન કરનાર અલ્પેશ પટેલ

મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવા ખાતે આવેલી મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં થયેલા વન રક્ષક પેપરકાંડએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. ત્યારે પેપર કાંડમાં અગાઉ ૮ આરોપીને પોલીસે ઝડપી ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વન રક્ષક પરિક્ષા ખંડ ૭માં સુપરવિઝનની જવાબદારી જેને સોંપવામાં આવી તે અલ્પેશ પટેલ સરકારી કર્મચારી ન હોવની ચોંકાવનારી હકિકત સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે વધુ ચાર કલમો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરતા ખળભળાટ મચી ગયો છે. વન રક્ષક પરીક્ષા કાંડની તપાસ કરતા ડીવાયએસપી અતુલ વાળંદએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર તપાસ ચાલુ છે. આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ સામે

આઈપીસી કલમ ૪૪૭, ૪૦૮, ૧૧૯, અને ૧૧૮ એમ વધુ ચાર કલમોનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેમજ આ પ્રકરણમાં કોઈ આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સુપરવિઝન કરનાર અલ્પેશ પટેલ સરકારી કર્મચારી ન હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાસમાં આવ્યા બાદ આ મુદ્દે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં શિક્ષણ વિભાગના કોઈ કર્મચારીની સીધી કે આડકતરી સંડોવણી તો નથીને તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર સ્થળ સંચાલક જ પોતાની પાસે મોબાઈલ રાખી શકે છે. ત્યારે પટાવાળા ઘનશ્યામ ભાણાજી પટેલે પોતાની પાસે ગેરકાયદેસર રીતે મોબાઈલ રાખ્યાનું સામે આવ્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here