કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ચન્ની સરકારને પીએમ મોદીની સડક યાત્રાની પહેલાથી જ જાણકારી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને એસપીજી એક્ટ વિશે માહિતી આપી હતી, સાથે જ સુરક્ષાને લઈને બ્લુ બુકમાં આપવામાં આવેલી માહિતી પણ શેર કરી હતી. તેમણે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં ભૂલ થઈ છે. આ અંગે કોઈ વિવાદ થઈ શકે નહીં. સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી રહી છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. ‘બ્લુ બુક’માં સ્પષ્ટ છે કે પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.
આ મામલામાં પંજાબ સરકારના વકીલ ડીએસ પટવાલિયાએ કહ્યું, ‘અમારા અધિકારીઓને ૭ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. તેને મનની વાત કહેવાનો મોકો ન મળ્યો. જ્યારે કમિટીની તપાસ પર સ્ટે છે તો પછી કારણ બતાવો નોટિસ આપવાનું શું વ્યાજબી છે? પટવાલિયાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જાે સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે, તો તેણે આ મામલે એક અલગ તપાસ સમિતિની રચના કરવી જાેઈએ. અમે તે સમિતિમાં સહકાર આપીશું, પરંતુ અમારી સરકાર અને અમારા અધિકારીઓને હવે દોષ ન આપવો જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે નહીં. કૃપા કરીને એક સ્વતંત્ર સમિતિની નિમણૂક કરો અને અમને ન્યાયી ટ્રાયલ આપો.
પીએમ મોદી ૪૨,૭૫૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. આ માટે તેમને રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક લઈ જવામાં આવી રહ્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ ઘટનાસ્થળથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કર્યો અને રસ્તો રોકી દીધો, જેના કારણે વડાપ્રધાનનો કાફલો ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો. રસ્તો ખાલી ન હોવાથી તેમણે રેલી કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું.ગયા અઠવાડિયે પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષામાં ક્ષતિઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટે ડીજીપી ચંદીગઢ, આઈજી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડીજીપી પંજાબને સમિતિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમને આજે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાનની સુરક્ષા સાથે જાેડાયેલા દસ્તાવેજાે મળ્યા છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper