વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૫ વર્ષોથી ‘પરીક્ષા પે ચર્ચા’ કરી સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે શુક્રવારે છઠ્ઠો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના એક વાલીની પ્રશ્નોત્તરી માટે પસંદગી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓના શિક્ષણને લગતા પ્રશ્નનો જવાબ આપ્યા હતા. સમગ્ર ભારતમાંથી પસંદગી પામેલા ૪૦ વાલીઓમાંથી નવસારીની એક અંગ્રેજી માધ્યમની શાળાના વાલીની પણ પસંદગી થઈ હતી. નવસારીના સીમાબેન ચિંતન દેસાઈ નામના મહિલા વાલીએ ગ્રામીણ ક્ષેત્રમાં બાલીકાઓના વિકાસ માટે સમાજ કઇ રીતે યોગદાન આપી શકે તેવો પ્રશ્ન કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા વાલીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, પહેલા ગ્રામીણ વિસ્તારમાં કેટલાક પરિવારો માત્ર દિકરાઓના ભણતર પર ધ્યાન આપતા હતા અને તેને જ ભણાવતા હતા. દીકરીઓ તો સાસરે જશે અને તેને શું કામ ભણાવવી તેવી માનસિકતા હતી. પણ હવે લાર્જ સ્કેલ પર જાેઈએ તો હવે સ્થિતિ બદલાઈ છે અને ગ્રામીણ વિસ્તારની બાળાઓને પણ ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે વાતચીત કરી છે.
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી ૧ હજાર વિદ્યાર્થી સાથે મોદીએ વાતચીત કરી છે. પીએમ મોદીએ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, પરીક્ષાનું ટેન્શન ન હોવું જાેઈએ. પરીક્ષાને તહેવાર બનાવી દઈશું તો એ રંગીન બની જશે. પરીક્ષા દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. જેમાં પણ વિદ્યાર્થી કાળમાં શાળા પરીક્ષાઓ તેમજ મહત્વની એવી બોર્ડ પરીક્ષાઓ જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે. પરીક્ષાની ચિંતા અથવા ડરને કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઈ ઘણીવાર અજુગતું પગલુ ભરી લેતા હોય છે. ત્યારે ભારતના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષાનો ડર નહીં, પણ ઉત્સાહ સાથે ઉત્સવ મનાવે, એવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને પરીક્ષાને લઈ તેમના પ્રશ્નોના જવાબ આપવા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરતા હોય છે.
આ વર્ષે ૧ એપ્રિલ, ૨૦૨૨ને વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓના પ્રશ્નોના પણ જવાબ આપશે. ત્યારે આ કાર્યક્રમ માટે ભારતમાંથી પસંદગી પામેલા ૪૦ વાલીઓમાંથી નવસારીની એક અંગ્રેજી માધ્યમની શાળાના વાલીની પણ પસંદગી થઈ છે. જેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં લાઈવ પ્રશ્નોત્તરીમાં જાેડાયા હતા. નવસારીમાં વડાપ્રધાનની છઠ્ઠી પરીક્ષા પે ચર્ચાને લાઈવ નિહાળી શકાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ૭૦૦થી વધુ શાળામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ૮૮ શાળાઓમાં મોટી સ્ક્રીન પર કાર્યક્રમ નિહાળી શકાય એવી વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ધોરણ ૬, ૭, ૮, ૯ અને ૧૧ના ૭૫ હજારથી વિદ્યાર્થીઓ, ૬ હજારથી વધુ શિક્ષકો અને ૧૯ હજારથી વધુ વાલીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.