મહેસાણા પોલીસ દ્વારા ૨૦ પોલીસ સ્ટેશન માં તપાસ,
૨૦૦બુટલેગરો નું ચેકિંગ ,૯૦ થી વધારે કેસોની નોંધણી
બોટાદના બરવાળા તાલુકામાં દેશી દારૂના લઠ્ઠાકાંડ મામલે ઉચ્ચસ્તરીય આદેશને પગલે એલસીબી અને SOG સહિત સમગ્ર મહેસાણા જિલ્લાની પોલીસ મંગળવારે દેશી દારૂ પકડવાની કામગીરી ને પ્રાધાન્ય આપ્યું હતું. દેશી દારૂ બનાવતા અને વેચતા બુટલેગર ઉપર પોલીસે તવાઈ બોલાવી એક જ દિવસમાં દેશી દારૂના 90થી વધુ કેસો કર્યા હતા.
પોલીસવડા અચલ ત્યાગીએ મંગળવારે દારૂની વિશેષ ડ્રાઇવ ગોઠવી હતી. એલસીબી અને એસઓજીની ટીમો પણ દેશી દારૂના પીઠા ગણાતા મહેસાણા શહેર અને જિલ્લાના તમામ વિવિધ પોલીસમાં મથકો દ્વારા પણ પોતાના વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર ચેકિંગ કરવામાં આવતા 20 પોલીસ મથકોમાં પોલીસ દ્વારા 200થી વધુ બુટલેગરોને ચેક કરી 90થી વધુ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા હતા.
પોલીસ મથક | ચેક બુટલેગર | કેસ |
મહે.એ.ડિવિ. | 14 | 6 |
મહે.બી.ડિવિ. | 14 | 7 |
મહે.તાલુકા | 6 | 10 |
સાંથલ | 4 | 3 |
લાંઘણજ | 11 | 4 |
બહુચરાજી | 6 | 2 |
મોઢેરા | 5 | 1 |
કડી | 10 | 10 |
નંદાસણ | 9 | 3 |
બાવલુ | 14 | 6 |
વિસ.શહેર | 20 | 6 |
વિસ.તાલુકા | 5 | 4 |
વડનગર | 13 | 5 |
ખેરાલુ | 9 | 5 |
સતલાસણા | 12 | 4 |
ઊંઝા | 16 | 4 |
ઉનાવા | 2 | 2 |
વસાઈ | 6 | 3 |
વિજાપુર | 8 | 3 |
લાડોલ | 6 | 3 |