રાસાયણિક પ્રવાહીના જથ્થાની ટેન્કરોમાંથી ચોરી કરતા શખ્સોને ઝડપી પાડતી એસ.ઓ.જી. ગ્રામ્ય અમદાવાદ

0
1183

જીલ્લામાં હાઇવે રોડ ઉપર પસાર થતા ટેન્કરના ડ્રાઇવરો ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. ડી.બી.વાળા આપેલ સુચના અનુસંધાને એ.એસ.આઇ. મનુભાઇ વજુભાઇ તથા આ.પો.કો.શૈલેષભાઇ દોલુભાઇ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, કેટલાક ઇસમો રોડ ઉપર નીકળતા કેમીકલના ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળીને તેઓને ભાગ્યોદય હોટલ પાસે આવેલ ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લઇ જઇ તેમાંથી ટેન્કર ઉપર મારેલ સીલ સાથે છેડછાડ કરી ટેન્કરમાં ભરેલ કેમીકલ કાઢી લઇ તેની ચોરી કરે છે તથા ટેન્કરના સીલ ઉપર લગાવેલ પાતળા વાયર ઢીલા કરી મુખ્ય વાલ્વ ખોલીને ટેન્કરમાંથી કેમીકલ કાઢે છે. જે ચોક્કસ હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ પાડતા એક ટેન્કરમાંથી બેરલમાં કેમીકલ કાઢતાં પાંચ ઈસમોને પકડી કેમીકલ લીટર-૪૧૧૦ કિ.રૂ.- ૪,૨૩,૩૩૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.-૭,૮૯,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડેલ છે.

ગુન્હાની એમ.ઓ.
પકડાયેલ ઇસમો કેમીકલના ટેન્કરોના ડ્રાઇવર સાથે મળીને મોડી રાત્રીના ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉન ઉપર લઇ જઇ ટેન્કરની ઉપર આવેલ પાછળના ભાગનુ છેલ્લા ખાના ઉપર મારેલ સીલનો તાર તોડી ખાનુ ખોલી ટેન્કરમાંથી કેમીકલ કાઢવા ઉપયોગમાં લેવાતી પાઇપ ટેન્કરના ઉપરના ખાનામાં લગાવી ટેન્કરમાંથી બેરલમાં કેમીકલ ભરતા હતા.
કુલ પકડાયેલ મુદ્દામાલ
(૧) કેમીકલ ભરેલ બેરલ તથા કેરબા કુલ નંગ ૨૩ જેમા કુલ લીટર- ૪૧૧૦ જેની કુલ કીરૂ. ૪,૨૩,૩૩૦/- (૨) ફોક્સ વેગન વેન્ટો ગાડી નંબર GJ-01-KM-7374 ની કી.રૂ.૨,૫૦,૦૦૦/- (૩) રોકડ રકમ રૂ.૧,૦૧,૫૦૦/- (૪) મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ.૧૦,૦૦૦/- (૫) પાઇપ નંગ-૩ કી.રૂ.૩૦૦/- (૬) ખાલી બેરલ નંગ-૪૧ કી.રૂ.૪૧૦૦/- (૭) બીલ્ટ્રીના કાગળોની ઝેરોક્ષ કિ..રૂ. ૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૭,૮૯,૨૩૦/-
કુલ પકડાયેલ આરોપીઓ

(૧) બુરાનખાન હબીબખાન પઠાણ રહે.હાલ ગાંધીધામ નીલકંઠ રોડવેઝની ઓફીસે તા.ગાંધીધામ જી.કચ્છ મુળ રહે. ગોલીયાર તા.ચૌટ્ટન જી.બાડમેર રાજસ્થાન (ડ્રાઇવર) (૨) શલેષભાઇ રામભાઇ પટેલ રહે. ભાડજ મુખીવાસ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ(૩) વિનોદકુમાર બાબુલાલ મીણા રહે.ગોતા અમદાવાદ મુળ રહે.પરસાદ તા.સરાડા જી.ઉદયપુર (૪) નારાયણ હીરાલાલ મીણા રહે.ગોતા અમદાવાદ મુળ રહે.પરસાદ તા.સરાડા જી.ઉદયપુર રાજસ્થાન(પ) વિજયપાલ નવલરામ મીણા રહે. ગોતા અમદાવાદ મુળ રહે.પરસાદ તા.સરાડા જી.ઉદયપુર

વોન્ડેડ આરોપીઓ

(૧) નિતીનભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે.ચાંદખેડા અમદાવાદ તથા (૨) બિનય ઉર્ફે બોનીભાઇ રહે.અમદાવાદ

આ કામગીરીમાં પો.ઇન્સ.ડી.બી.વાળા તથા પો.સ.ઇ.એમ.ડી.જયસ્વાલ તથા એ.એસ.આઇ.મનુભાઇ વજુભાઇ, પ્રદિપસિંહ નવલસિંહ તથા અ.હે.કો. કુલદિપસિંહ સહદેવસિંહ,ગોપાલસિંહ સરદારસિંહ,તથા આ.પો.કો. શૈલેષભાઇ દોલુભાઇ, મહીપાલસિહ સુરેન્દ્રસિહ તથા મુકેશદાન ફતેસંગ તથા ડ્રા.પો.કો. જયંતિભાઇ સવજીભાઇ નાઓ જોડાયેલ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here