ભારતીય વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા-૨૦૨૨નું તારીખ ૧૨/૦૮/૨૦૨૨ ના રોજ આયોજન થયું હતું, જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાની વિવિધ શ્રેણીઓમાં થરાદની જુદી જુદી સંસ્થાઓએ પોતાની વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લીધો હતો.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદની ટીમે કોલેજ કક્ષાની સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ રોશની, સ્વાતી, અંકિતા, પૂજા, પૂનમ, પ્રિયા, મયુરી અને શિલ્પાએ રાષ્ટ્ર કી જય ચેતના ગીત ગાયું હતું.
વિદ્યાર્થીનીઓના માર્ગદર્શક તરીકે કોલેજના અધ્યાપક ડૉ.અશોક વાઘેલા અને પ્રાધ્યાપક ચિરાગ શર્મા કાર્યક્રમના અંત સુધીમાં ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજની વિજેતા વિદ્યાર્થીની બહેનોની ટીમને આચાર્ય ડૉ.એમ.જે. મન્સૂરીએ અભિનંદન પાઠવ્યા હતા તથા કાર્યક્રમમાં થરાદ પંથકના નગરવાસી બહોળી સંખ્યામાં પરિવાર સાથે પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા મોડી રાત સુધી હાજર હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચારેકોર ઉજવણી થઈ રહી છે ત્યારે શાળા કોલેજ વિદ્યાર્થીઓએ રંગેચંગેથી ભાગ લઈ સમગ્ર વાતાવરણને આઝાદીના સંસ્મરણોથી તરબોળ બનાવી રહ્યાં છે તે ખરેખર સરાહનીય છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ