રાધનપુર સર્કલ પાસે ગણપતિ દાદાના દર્શન કરી ઘરે પરત આવતા સમયે રાજપૂત પરિવાર બાઈક લઈને ઘરે આવતો હતો, એ દરમિયાન રાધનપુર ચોકડી પાસે મોઢેરા બાજુથી આવી રહેલી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક પર સવાર માતા-પુત્રી ગાડીમાં ફસાઈ ગયા હતા. ગાડી ચાલકે પોતાની ગાડી પૂરઝડપે દૂધસાગર ડેરી બાજુ હંકારી હતી, જ્યાં ગાડી બમ્પ ઉપર જંપ મારતા ગાડીમાં ફસાયેલા માતા-પુત્રી છુટા પડ્યા હતા. બાદમાં રોષે ભરાયેલા ટોળાએ ગાડીમાં તોડફોડ કરી આગ ચાપી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જાેકે, ગાડી ચાલકને ઝડપવા મહેસાણા બી ડિવિઝન પોલીસે આખી રાત દોડધામ કરી હતી. જાેકે હજુ સુધી ડ્રાઇવર ઝડપાયો નથી.
અકસ્માત સર્જયા બાદ નાસી છુટેલા કારચાલકને ઝડપી લેવા બી ડિવિઝન પોલીસે આખી રાત કવાયત આદરી હતી અને વિવિધ ટીમો બનાવી નાસી છુટેલા કારચાલકને પકડવા પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસમાં આ કારમાંથી આરસી બુક મળી આવી હતી. જેના પરથી કાર નંબર (જીજે-૦૧-આરવી-૬૮૭૮) પંચમહાલના ગોધરા મુકામે રહેતા ઈશ્વર કુમાર જાેધા રામની કાર હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસને કારમાંથી એક ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું હતું જે જાલોરના છુરા તાલુકાના અનારામ પ્રતાપજીનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવતા પોલીસે અકસ્માત કોણે કર્યો તેની તપાસ આદરી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper