રાધનપુરની ચૌધરી યુવતી પર હુમલો અને ધંધુકાના ભરવાડ યુવકના મૃત્યુ બાદ રાધનપુરમાં બંધનું એલાન હતું
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં ર્નિણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે ૧૧ કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.
આથી આ સાથે જ ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જાેડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જાેડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આજે ૧૧ વાગ્યે એક મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા છે.
આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો છે. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો પણ હજારોની સંખ્યામાં જાેડાયા છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપશે. જાેકે, રેલીને હજુ મંજૂરી મળી નથી. આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદલશીવ ગણાવી છે. પ્રેસકોન્ફરન્સ કરીને હર્ષ સંઘવી માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper