રાજ્યમાં કોરોનાના કેસ 11 હજારને પાર, 11176 નવા કેસ, 6 મહિના બાદ પહેલીવાર 5ના મોત, એક્ટિવ કેસ 50 હજાર

0
41

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11176 નવા કેસ નોંધાયા છે અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંધાયા છે. સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડમાં 337 ગાંધીનગરમાં 319 કેસ નોઁધાયા છે. અગાઉ 10 મેએ 11592 કેસ હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50 હજારને પાર થયો છે. અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત થયા છે. છેલ્લે 19 જૂને 5 લોકોના મોત નોંધાયા હતા.

50612 એક્ટિવ કેસ અને 64 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 96 હજાર 894ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 142 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 36 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 50 હજાર 612 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના શૂન્ય નવા કેસ
રાજ્યમાં 11 અને 12 જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ હતા. 10 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગર જિલ્લામાં 1 અને રાજકોટ શહેરમાં 2 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

12 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં 9 અને આણંદમાં 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 11 જાન્યુઆરીએ કચ્છમાં 2 દર્દી ડિસ્ચાર્જ, 9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 238 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 26 દર્દી સારવાર હેઠળ છે.

રાજ્યમાં જાન્યુઆરીના 13 દિવસમાં કોરોનાથી 24નાં મોત
આજે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા છે, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ડિસેમ્બર 45 26 1
2 ડિસેમ્બર 50 24 1
3 ડિસેમ્બર 45 45 0
4 ડિસેમ્બર 44 36 0
5 ડિસેમ્બર 48 24 1
6 ડિસેમ્બર 38 37 0
7 ડિસેમ્બર 61 39 0
8 ડિસેમ્બર 67 22 0
9 ડિસેમ્બર 69 27 0
10 ડિસેમ્બર 63 39 3
11 ડિસેમ્બર 71 27 0
12 ડિસેમ્બર 56 32 0
13 ડિસેમ્બર 58 56 1
14 ડિસેમ્બર 55 48 1
15 ડિસેમ્બર 53 53 0
16 ડિસેમ્બર 68 43 0
17 ડિસેમ્બર 60 58 1
18 ડિસેમ્બર 68 74 0
19 ડિસેમ્બર 51 55 0
20 ડિસેમ્બર 70 63 1
21 ડિસેમ્બર 87 73 2
22 ડિસેમ્બર 91 41 2
23 ડિસેમ્બર 111 78 2
24 ડિસેમ્બર 98 69 3
25 ડિસેમ્બર 179 34 2
26 ડિસેમ્બર 177 66 0
27 ડિસેમ્બર 204 65 1
28 ડિસેમ્બર 394 59 1
29 ડિસેમ્બર 548 65 1
30 ડિસેમ્બર 573 102 2
31 ડિસેમ્બર 654 63 0
1 જાન્યુઆરી 1069 103 1
2 જાન્યુઆરી 968 141 1
3 જાન્યુઆરી 1259 151 3
4 જાન્યુઆરી 2265 240 2
5 જાન્યુઆરી 3350 236 1
6 જાન્યુઆરી 4213 830 1
7 જાન્યુઆરી 5396 1158 1
8 જાન્યુઆરી 5677 1359 0
9 જાન્યુઆરી 6275 1263 0
10 જાન્યુઆરી 6097 1539 2
11 જાન્યુઆરી 7476 2704 3
12 જાન્યુઆરી 9941 3449 4
13 જાન્યુઆરી 11176 4285 5
કુલ આંક 69418 19001 50

રાજ્યમાં કુલ 896,894 કેસ, 10,142 દર્દીના મોત અને 836,140 દર્દી ડિસ્ચાર્જ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here