જયપુરને સિરિયલ બોમ્બ વિસ્ફોટોથી હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. રાજસ્થાન પોલીસે બુધવારે ચિત્તોડગઢના નિમ્બાહેડામાં મધ્યપ્રદેશના સુફા સંગઠનના ૩ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની કારમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર અને ૧૨ કિલો ઇડ્ઢઠ મળી આવ્યું છે. આરોપીઓ નિમ્બાહેડામાં બોમ્બ બનાવીને અન્ય ગેંગને આપવાના હતા, જેથી તેઓ જયપુરમાં ૩ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરી શકે. ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને પકડી લીધા હતા.રાજદ્રોહના કેસમાં કુખ્યાત સુફા સંગઠન ૨૦૧૨-૧૩માં મધ્યપ્રદેશના રતલામમાં સક્રિય થયું હતું. ઘણા વર્ષો સુધી શાંત રહ્યા બાદ આ આતંકવાદી સંગઠન ફરી આતંકી ઘટનાને એંજામ આપવાની ફિરાકમાં છે. સુફા એ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ૪૦-૪૫ યુવાનોનું ઈસ્લામિક સંગઠન છે. તે આતંકવાદીઓના સ્લીપર સેલની જેમ કામ કરે છે. આ સંસ્થા સમાજમાં કટ્ટરપંથી વિચાર અને પ્રથાઓની તરફેણ કરે છે. તેણે મુસ્લિમ સમાજના લગ્નો અને અન્ય કાર્યક્રમોને હિંદુ રીતિ-રિવાજાે તરીકે ગણાવીને વિરોધ કર્યો હતો.
આતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ઉદયપુર અને જયપુર છ્જીની ટીમ બુધવારે મોડી સાંજે નિમ્બાહેડા પહોંચી હતી. મધ્યપ્રદેશની છ્જી પણ તેમની પૂછપરછ કરવા પહોંચી રહી છે. ઉદયપુર આઈજી હિંગલાજ દાને જણાવ્યું કે આરોપીઓના નામ ઝુબેર, અલ્તમસ અને સરફુદ્દીન ઉર્ફે સૈફુલ્લાહ છે. તેઓ રતલામથી ભાગી ગયા હતા અને નિમ્બાહેડા નજીક રાણીખેડામાં રહેતા હતા. રાજસ્થાનમાં પકડાયેલા આરોપીઓની સૂચના પર રતલામમાંથી પણ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં કોંગ્રેસ નેતા યાસ્મીન શેરાનીને આરોપીઓએ ગોળી મારી હતી. આ પછી કટ્ટરપંથીઓએ હંગામો મચાવ્યો અને શહેર કર્ફ્યુમાં ધકેલાઈ ગયું હતું. કટ્ટરપંથીઓએ બજરંગ દળના નેતા કપિલ રાઠોડ અને તેની હોટેલ પર કાસ કરતા પુખરાજની મહુ રોડ બસ સ્ટેન્ડ પર ગોળી મારીને હત્યા કરી હતી. તરુણ હત્યાકાંડ- ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ની રાત્રે કોલેજ રોડ પર લાંબી શેરીમાં રહેતા તરુણ સાંખલાની બે એક્ટિવા સવાર યુવકોએ હત્યા કરી હતી.
પોલીસે ગોળી મારવાના આરોપમાં અયાઝના પિતા ઇદ્રીસ, સલમાન ઉર્ફે પપ્પનના પિતા હુસૈન ખાન પઠાણ, ચિંગીપોરાના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કટ્ટરપંથી સંગઠન સુફાના લોકોએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતુ અને આરોપીઓને મદદ કરી હતી. પોલીસે વસીમ ઉર્ફે પાંડુ પિતા શબ્બીર પઠાણ રહેવાસી ચીંગીપુરા, આસીમ પિતા ઝહુર શેરાની, અજ્જુ ઉર્ફે મોઈન પિતા મન્સૂર ખાન, અલ્તમસ પિતા બશીર ખાન શેરાની, સુફા સરગના અસજદ પિતા ઝહુર ખાન, ચારેય રહેવાસી શેરાનીપુરા અને ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. ઝુબૈરે આરોપીઓને પિસ્તોલ આપી હતી. ઇડ્ઢઠનો ઉપયોગ મુંબઈમાં થયેલા બ્લાસ્ટમાં પણ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટક કેટલો ખતરનાક છે તેનો અંદાજ પુલવામાં બ્લાસ્ટની ઝપેટમાં ઈવેલા વિસ્તારોને જાેઈને લગાવી શકાય છે. પુલવામાં બ્લાસ્ટમાં ૬૦ાખ્ત ઇડ્ઢઠનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper