રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા બળવંતભાઈ પરમાર વર્ષ ૨૦૧૪માં રેલવેમાં નોકરી કરતા એ સમયે સબંધીના લગ્ન પ્રસંગમાં પૈસાની જરૂરિયાત પડતા રેલવે સ્ટેશન પર ચા વેંચતા ઇકબાલ ઉર્ફે પીંછીને વાત કરી હતી. જેને બળવંતભાઈનો સંપર્ક બે વ્યક્તિને કરાવ્યો હતો. બળવંતભાઈએ તેમને લોન માટે બે સહી વાળા ચેક અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા.એ સમયે ૧૫ દિવસમાં રૂ.૫૦ હજારની લોન પાસ થઈ જશે તેમ જણાવ્યું હતું જાે કે ૨૦ દિવસ થયા બાદ ઇકબાલને લોન મામલે પૂછ્યું તો તેમણે કહ્યું કે તમારી લોન કેન્સલ થઈ ગઇ છે. પાંચ મહિના બાદ બે શખ્સોએ બળવંતભાઈ પાસે જઈ ટ્રકના બે ત્રણ હપ્તા ચડી ગયા છે તેમ જણાવતા છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.
બે શખ્સોએ મારી ઓફિસ આવી કહ્યું કે તમે ટ્રક ખરીદ કરેલ તેના બે ત્રણ હપ્તા ચડી ગયા છે જે બાદ ફોટો બતાવતા તે મારો ન હોવાનું અને મારા ડોક્યુમેન્ટ આધારે ચેનસુખ જૈન, કિશોર પરમાર, કામધેનુ એન્ટરપ્રાઇઝ ના લોન પાસ કરનાર તેમજ અન્ય શખ્સ લોન કરાવી છેતરપિંડી આચરતા પ્રદ્યુમનનગર પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. આ અગાઉ બનાવ બનવા સમયે મેં સમગ્ર મામલે પોલીસમાં અરજી પણ આપી હતી જે બાદ ચેક બાઉન્સ મામલે કોર્ટમાં પણ કાર્યવાહી ચાલુ છે. ત્યારે હાલ પોલીસે ચાર શખ્સો સામે છેતરપિંડી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper