ગેસનો બાટલો ફાટતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા
રાજકોટ શહેરમાં વહેલી સવારથી સૌ કોઈ ઉત્તરાયણના તહેવારની મજા માણી રહ્યા હતા. ત્યારે બીજી તરફ મવડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં રાંધણ ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસ સિલિન્ડર ફાટતાં ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અફડા તફડી મચી ગઈ હતી. આ આગ વધુ પ્રમાણમાં ન પ્રસરે તે માટે તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી.
ગેસનો બાટલો ફાટવાથી ધડાકો થતા મોટી સંખ્યામાં લોકો રહેણાંક મકાનની આજુબાજુ એકઠા થઈ ગયા હતા. કોરોના મહામારી વચ્ચે પણ લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.