પોલીસ પર ગાડી ચડાવવાનો વીડિયો આવ્યો સામે ..
પોતાની જ કારમાંં રહેલા કેમેરામાં કેદ થઈ આખી ઘટના
રેંજ આઈજી અભય ચુડાસમાએ આપી સમગ્ર માહિતી
આવી ગંભીર ગુનો ન ચલાવી શકાય : રેન્જ આઈજી અભય ચુડાસમા
ગઈ કાલે આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે નવો ખુલાસો થવા પામ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ પોલીસ પર ગાડી ચડાવાવાનો પ્રયાસ કેમેરામાં કેદ થયો છે. રેન્જ આઈજી અભય ચુડાસમા એ સમગ્ર માહિતી આપતા વીડિયો જાહેર કર્યો છે. ગઈ કાલે વિદ્યા સહાયકોને સમર્થન આપવા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા જ્યાં આંદોલન કરી રહેલા લોકોને ઉશ્કેરવાના આરોપ હેઠળ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો છે એવા આરોપો લાગ્યા હતા. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો છે એવા આરોપો ગઈ કાલે લાગ્યા હતા અને આજે રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા વીડિયો જાહેર કરી સમગ્ર ઘટનાને લોકો સામે રાખી હતી. અને વિદ્યાર્થીઓ તેમજ આંદોલનકારીઓને ટકોર કરી હતી કે સત્ય જાણ્યા વિના કુદી પડવુ યોગ્ય નથી અને કોઈની ઉશ્કેરણીમાં ન આવવા અપીલ કરી અને જણાવ્યું કે પેપરકાંડની તપાસ પોલીસ કરી જ રહી છે અને આરોપીને પકડી પણ લેવામાં આવ્યા છે.
આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper