યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણ્યો

ભારત દરવખતની જેમ મતદાનમાં ભાગ ન લીધો

0
123
Russia-Ukraine-War

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી માટે રશિયાને દોષી ઠેરવતા ઠરાવને મંજૂરી આપી અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે હાકલ કરી. મતદાન દરમિયાન પક્ષમાં ૧૪૦ અને વિરોધમાં ૫ મત પડ્યા હતા. ૩૮ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને તેના સહયોગીઓ દ્વારા લાવવામાં આવેલા માનવીય સંકટ પરના ઠરાવ દરમિયાન ભારત ગેરહાજર હતું. અગાઉ બુધવારે, યુએન સુરક્ષા પરિષદ યુક્રેનની વધતી જતી માનવતાવાદી જરૂરિયાતોને સ્વીકારતો રશિયન ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગયો, પરંતુ રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. રશિયાને ઠરાવ પસાર કરવા માટે ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદમાં ઓછામાં ઓછા નવ મતોની જરૂર હતી, તેમજ અન્ય ચાર કાયમી સભ્યો, યુએસ, બ્રિટન, ફ્રાન્સ અને ચીનમાંથી કોઈ પણ ‘વીટો’નો ઉપયોગ ન કરે તે જરૂરી હતું. જાે કે, રશિયાને માત્ર તેના સાથી ચીનનું સમર્થન મળ્યું, જ્યારે ભારત સહિત અન્ય ૧૩ કાઉન્સિલ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેને રશિયાની મોટી નિષ્ફળતા તરીકે જાેવામાં આવી રહી છે.

યુએન જનરલ એસેમ્બલીએ યુક્રેન અને અન્ય બે ડઝન દેશો દ્વારા તૈયાર કરેલા ઠરાવ પર વિચારણા કરવાનું શરૂ કર્યું. લગભગ ૧૦૦ દેશો દ્વારા સહ-પ્રાયોજિત ઠરાવ, સ્પષ્ટપણે જણાવે છે કે વધતી માનવતાવાદી કટોકટી માટે રશિયાની આક્રમકતા જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી નેબેન્ઝિયાએ મતદાન પહેલા સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે તેમનો ઠરાવ રાજકીય નથી, પરંતુ તે અન્ય સુરક્ષા પરિષદના માનવતાવાદી ઠરાવો જેવો હતો. તેમણે અમેરિકાના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો કે રશિયાને આવી દરખાસ્ત કરવાનો કોઈ અધિકાર નથી. સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસે કહ્યું કે રશિયા તેના ક્રૂર કૃત્યોને છુપાવવા માટે કાઉન્સિલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીનના રાજદૂત ઝાંગ જુને રશિયન પ્રસ્તાવની તરફેણમાં તેમના દેશના મતની સ્પષ્ટતા કરતા કહ્યું કે કાઉન્સિલના સભ્યોએ માનવતાવાદી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ અને રાજકીય મતભેદોને ઉકેલવા અને સર્વસંમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જાેઈએ. આ સાથે માનવીય સંકટનો સામનો કરવા માટે સકારાત્મક અને વ્યવહારુ પ્રયાસો કરવા જાેઈએ. ફ્રાન્સના રાજદૂત નિકોલસ ડી રિવિરે આ દરખાસ્તને રશિયાના યુક્રેન સામેના આક્રમણને વાજબી ઠેરવવાની એક રીત ગણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here