વૈશ્વિક ધરોહર ધોળાવીરાની પાંચ હજાર વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિને યાદ કરી મોરારી બાપુએ માનસ રામકથા આ મહાન સંસ્કૃતિના પૂર્વજાેને અર્પણ કરી હતી.બાપુએ કહ્યું કે ગણિકા સમક્ષ જ્યારે અયોધ્યામાં રામકથા કરી ત્યારે સમાજમાંથી વિરોધના સૂર ઉઠ્યા હતા અને અહીં મેં ધોળાવીરામાં કથામાં ગણિકાઓ દ્વારા આરતી પૂજન કરાવ્યું છે. કથા જેવા છો તેવા સ્વીકારવા માટે છે તિરસ્કાર માટે નહીં. હડપ્પીય સાઈડને કૃષ્ણકાળની સમકાલીન ગણાવી વંદન કર્યા હતા. નવ દિવસ ચાલેલી રામકથામાં એક લાખથી વધુ ભાવિકોએ કથા શ્રવણ કર્યું હતું. પ્રવીણભાઈ તન્નાએ કલ્યાણપર સહિત સમગ્ર ખડીરના યુવાનોને કથામાં સેવા આપવા બદલ આભાર માન્યો હતો.
મોરારીબાપુએ છેલ્લા બે વર્ષ પછી આટલા બહોળા સમુદાયને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો પ્રખર રામાયણી બાપુની અસ્ખલિત રામમય વાણી સૌને સ્પર્શી ગઈ હતી. બાપુએ રસોડામાં સેવા આપતા યુવાનોને મળી પ્રસાદ ગ્રહણ કરી ખડીર વાસીઓને બિરદાવ્યા હતા. શ્રોતાઓને કથા સાંભળવા અને રામનામ લેવા ઉપદેશ્યા હતા. રાક્ષસ કુળમાં ભક્ત પ્રહલાદે લોખંડના થાંભલામાંથી હરિને પ્રગટાવ્યા તો રામચંદ્રે શીલા બનેલી અહલ્યાને પુનઃ માનવ અવતાર આપ્યો હોવાની વાત સૌને સ્પર્શી હતી.