ઇસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા આતંકવાદીઓ દ્વારા ૨૦૧૭ થી કાબો ડેલગાડો પ્રાંતને હચમચાવી નાખ્યું છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૩,૩૪૦ લોકો માર્યા ગયા હતા અને ૮૦૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. આ વર્ષની શરૂઆતમાં થયેલા હુમલામાં ડઝનબંધ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ૨૪ માર્ચે, આતંકવાદીઓએ ઉત્તરીય શહેર પાલમામાં હુમલો કર્યો અને નિર્દોષ લોકોની હત્યા કરી. પરંતુ જુલાઈથી, અશાંતિને ડામવા માટે ૩,૧૦૦ થી વધુ આફ્રિકન, યુરોપિયન અને અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાના પ્રયાસો આંશિક રીતે સફળ રહ્યા હતા.
તેમણે કહ્યું કે, અમે આતંકવાદી હુમલામાં ત્રણ ગણો ઘટાડો કરવામાં સફળ રહ્યા છીએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ૨૦૨૦માં દેશમાં માત્ર ૧૬૦ હુમલા નોંધાયા હતા, પરંતુ ૨૦૨૧માં આ સંખ્યા ઘટીને ૫૨ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, આ રવાન્ડા અને ૧૬-રાષ્ટ્રોના દક્ષિણ આફ્રિકન વિકાસ સમુદાય સાથે “લશ્કરી સહયોગ” દ્વારા કરવામાં આવ્યું હતું. તાજેતરના ઓપરેશનમાં “૨૪૫ શંકાસ્પદ આતંકવાદીઓ” પકડાયા હતા અને લગભગ ૨૦૦ “આતંકવાદી” અને ૧૦ “આતંકવાદી નેતાઓ” ને શોધી કાઢવામાં આવ્યા હતા.ખતરનાક આતંકવાદી સંગઠન સાથે જાેડાયેલા આતંકવાદીઓએ મોઝામ્બિકમાં ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે.
ઉગ્રવાદીઓએ એક ઈસાઈ પાદરીનું માથું કાપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. બાદમાં કપાયેલું માથું તેની પત્નીને સોંપ્યું જેથી તે અધિકારીઓને બતાવી શકે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ હત્યા દેશના ગેસ સમૃદ્ધ ઉત્તરીય પ્રાંત કાબો ડેલગાડોમાં થઈ હતી. બીબીસીના જણાવ્યા અનુસાર, લશ્કરી સૂત્રોને ટાંકીને, ગત બુધવારે પાદરીની વિધવા તેના પતિનું માથું ધરાવતો એક કોથળો જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં લાવી હતી.
આ જાેઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને શંકાસ્પદ ઈસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા આતંકવાદીઓ દ્વારા તેના પતિની હત્યા અંગે અધિકારીઓને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓએ પાદરીને ખેતરમાં પકડી લીધો હતો. નોવા ઝામ્બિયાની રહેવાસી મહિલાએ અધિકારીઓને જણાવ્યું કે, આતંકવાદીઓએ તેના પતિનું શિરચ્છેદ કરતા પહેલા ખેતરમાંથી તેનું અપહરણ કર્યું હતું.
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસીએ જણાવ્યું હતું કે, રવાન્ડા અને પડોશી દેશોએ ચાર વર્ષના વિદ્રોહનો સામનો કરવામાં મદદ કર્યા પછી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમના દેશમાં ઓછા જેહાદી હુમલા થયા છે.