મેઘરાજાનુ પુનરાગમન : 2 દિવસ ભારે વરસાદની આગાહી, બંદરોને ચેતવણી

0
41

ગુજરાતમાં હવામાનખાતાએ આગામી 2 દિવસ વરસાદની ભારે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

ગુજરાતમાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાથી માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

અત્યારે રાજ્યના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

રાજ્યમાં પાછલા 24 કલાકમાં 217 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં વિજયનગરમાં 5.59 ઈંચ, વિજાપુર 4.56 ઈંચ, તલોદ 4 ઈંચ, હિંમતનગર 4 ઈંચ, માણસા 4 ઈંચ, રાધનપુર 4 ઈંચ, ઈડર 4 ઈંચ, ભિલોડા 3 ઈંચ, પોશિના 2.5 ઈંચ, ઉમરપાડા 2.5 ઈંચ, મહેસાણા 2.5 ઈંચ, ખેરાલુ 2.5 ઈંચ, પ્રાંતિજ 2.5 ઈંચ, દાંતા 2.5 ઈંચ, જોટાણા 2.5 ઈંચ, કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

તેમજ, આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here