મુખ્યમંત્રીશ્રી નો શહીદ જવાનોના આશ્રિતો માટે આવકારદાયક નિર્ણય

0
27

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવશ્રીઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે

જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીશ્રીએ આપી હતી

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો આ સાથે સામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here