મુંબઈમાં જે દિવસે ૨૦ હજારથી વધુ કેસ નોંધાશે તે દિવસથી લોકડાઉન :મનપા કમિશ્નર

0
44

કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેની પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે મહાનગરપાલિકાની પાસે કોરોના દર્દી માટે ૩૦ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી ૩,૦૦૦ બેડ ભરાઈ ચૂક્યા છે. દવાઓ અને વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા માટે અમારી પુરી તૈયારી છે. ૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૨,૧૬૦ નવા કેસ મળ્યા. તે સિવાય મહારાષ્ટ્રમાં ૬૮ ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા. તેમાંથી માત્ર મુંબઈમાં જ ૪૦ ઓમિક્રોનના કેસ મળ્યા. ત્યારબાદ પૂણેમાં ૧૪, નાગપુરમાં ૪ નવા કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ ૫૭૮ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી ૨૫૯ લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે મુજબ જે દિવસે રાજ્યમાં દરરોજ ઓક્સિજનની માંગ ૭૦૦ મેટ્રિક ટન થશે, તે દિવસથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી જશે. તેમને કહ્યું કે રાજ્યમાં હાલમાં એવી સ્થિતિ નથી આવી. પ્રતિબંધોને વધુ કડક કરી શકાય છે, પરંતુ ફરીથી સંપૂર્ણ લોકડાઉનનો સમય આવ્યો નથી, ન તો કેબિનેટ અને મુખ્યમંત્રી સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે.મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં વધતા કોરોનાના કેસને જાેતા લોકાડાઉન લગાવવાને લઈ એક મોટુ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં જે દિવસે દરરોજ ૨૦,૦૦૦થી વધારે કોરોનાના કેસ સામે આવવા લાગશે, તે દિવસે તરત જ મુંબઈમાં લોકડાઉન લાગી જશે. મુંબઈમાં ૩ જાન્યુઆરીએ ૮,૦૮૨ કેસ સામે આવ્યા અને ૬૨૨ દર્દી કોરોનાથી રિક્વર થયા.

૨ જાન્યુઆરીએ પણ ૮,૦૬૩ કોરોનાના કેસ સામે આવ્યા હતા. મુંબઈમાં આ પ્રકારે ઝડપ પકડતા કોરોનાના કેસ પર ચિંતા વ્યક્ત કરતા ઈકબાલ સિંહ ચહલે આ વાત કહી. તેમને કહ્યું કે મુંબઈમાં કોરોના સંક્રમણ આ પ્રકારે વધતું રહ્યું અને જાે એક દિવસમાં ૨૦ હજાર કેસની લિમિટ પાર કરવા લાગશે તો લોકડાઉન લગાવવા સિવાય કોઈ રસ્તો નહીં હોય. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ઘણા ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે દેશમાં અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન લગાવવા માટે અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાની શરતો પથારીની ઉપલબ્ધતા, ઓક્સિજનની માંગ અને કોરોના પોઝિટીવ રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારે ઈકબાલ સિંહ ચહલ મુંબઈને લઈ સર્તક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં)થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here