મહેસાણામાં એક માનવતાના ઉદાહરણ સમાન એક કિસ્સો જાેવા મળ્યો છે. હાલમાં મોંધવારી અને બેરોજગારીના સમયમાં એક ૧૩ વર્ષીય બાળકે પોતાને જડેલા લાખોના દાગીના મૂળ માલિકને પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.આ મહેસાણાના આ બાળક શિવમ ઠાકોરની ઈમાનદારીને સૌ કોઈ બિરદાવી રહ્યાં છે.
થોડાક દિવસ અગાઉ ઘીણોજના ખેડૂત રણછોડભાઈ ચૌધરીના ૧૪ તોલા વજનના દાગીનાની થેલી રસ્તામાં પડી ગઈ હતી.જે બાબતે મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.આ દાગીનાની થેલી મહેસાણાના ગોકુલધામ રેસીડેન્સીમાં રહેતા ધોરણ ૭ માં અભ્યાસ કરતા શિવમ ઠાકોરને મળી હતી. મહેસાણા પોલીસ દ્રારા દાગીના બાબતે જાહેરાત કરાતાં શિવમે દાગીના એ ડિવીઝન પોલીસ સ્ટેશને જમા કરાવ્યા હતા.જે મૂળ માલિકને બોલાવી પરતા કરવામાં આવ્યાં હતા.દાગીનાના મૂળ માલિક રણછોડભાઈ ચૌધરીએ શિવમની ઈમાનદારી જાેઈને તેનો ધોરણ ૧૦ સુધીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.ચોરી ચાકારીના આ સમયમાં પણ શિવમ ઠાકોરની ઈમાનદારીને સૌ સલામ કરી રહ્યાં છે.
અહેવાલ..ભાવિન ભાવસાર,મહેસાણા