જે કોઈને ભાળ મળે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામ ની મહિલા ગુમ
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામમાં રહેતા પ્રવિણભાઇ સોંડાભાઈ સેનવા તેમની પત્ની આશાબેન પ્રવીણભાઈ જેવો વહેલી સવારે કચરો નાખવા ગયેલ ત્યાંથી ગુમ થયેલ છે તેમના પરિવાર એક કલાક સુધી રાહ જોતા રહ્યા પણ ઘરે નઈ આવતાં વધુ તપાસ કરવામાં આવી અને સગા સંબંધીને કોલ કરીને પૂછપરછ કરી પણ કોઈ માહિતી ન મળતાં પતિ પ્રવીણભાઈ એ માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
પ્રવીણભાઈ અને આશાબેન ના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલા હતા તેમને આશરે એક વર્ષ ની છોકરી પણ છે જેવો એના માતા ધરે મુકીને ચાલી ગયા હજુ સુધી આશાબેન ના કોઈ સૂચન મળ્યા નથી માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે