૧૧ માસ પૂર્ણ થતાં સ્વ.રાજુભાઈ પંચાલ પત્રકારને જીવદયાનું કાર્ય કરી શ્રધ્ધાંજલી અર્પિત કરાઈ
માંડલ અને સમગ્ર તાલુકા વિસ્તારમાં છેલ્લાં વીસ વર્ષ સંદેશ ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવી એવા સ્વ.રાજુભાઈ પંચાલ ગતવર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ટૂંકી બીમારીમાં સદગતિ પામ્યા હતા તેઓ સમગ્ર જિલ્લામાં સૌથી જુના અને અનુભવી પત્રકાર હતાં તેથી પત્રકાર જગતમાં ખોટ પડી હતી ત્યારે તેમના પરિવારના મોભી અને વડીલ હતાં તેમનો પરિવાર પણ આજે તેમના વગર સુનો થઈ ગયો છે. આજે મકરસંક્રાંતિનું પાવન પર્વ આજના દિવસે જીવદયાનું, દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે માંડલના સ્વ.રાજુભાઈ પંચાલને પણ આજે તેમની અકલ્પનિય વિદાયના ૧૧ માસ પૂર્ણ થયા છે ત્યારે તેમના સમગ્ર પરિવાર દ્વારા માંડલની ગૌશાળામાં હજારો ગાયોને ઘાસચારો અર્પણ કરી જીવદયાનું મહાકાર્ય તેમના પરિવાર દ્વારા રાજુભાઈને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર, જગદીશ રાવળ