રજીયાબાનુંની ધરપકડ, રાજુ નામનો અન્ય એક આરોપી ફરાર, શોધખોળ હાથ ધરાઈ
મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જાણે કે ગુનેહગારો સામે લાલ આંખ કરી છે. એક ભી દિવસ એવો નથી હોતો કે સહેસાણા પોલીસના સ્પેશ્યલ ટીમ દ્રારા દારૂ કે ફરાર આરોપીઓ કે પછા નશીલી ચીજાેની હેરફેર કરતા ઈસમોને ઝડપ્યા ના હોય..ઘણા સમય બાદ હવે લાગી રહ્યું છે ખે જાણે પોલીસ કોઆપણ રાજકીય દબાણ વગર કામગીગી કરી રહી છે. મહેસાણા જિલ્લામાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વકરતો જઈ રહ્યો છે તેવામાં જિલ્લા પોલીસ વડાના આદેશથી મહેસાણા એસ.ઓ.જી. ટીમે વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં દરોડા પાડતા રજીયાબાનું નામની મહિલા પાસે થી ૩.૦૪ લાખની કિંમતનો ૩૦.૪૯૦ કી.ગ્રા. જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
૩.૦૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો
વિસનગર શહેર ટાઉન પોલીસ ઉંઘતી રહી ને મહેસાણા એસ.ઓ.જીની ટીમે મોટા પ્રમાણં ગાંજાે પકડી પાડ્યો છે. ચોકક્સ બાતમીને આધારે વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાંથી રજીયાબાનુ નામની મહિલાના ત્યાં દરોડા પાડી નશીલા ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન સહિત કુલ ૩.૦૭ લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી રજીયાબાનું અને તેના મદદગાર રાજુ નામના શખ્સ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહિલા આરોપીની ધરપકડ , રાજુ નામનો આરોપી ઇરાર
વિસનગરમાં આટલા મોટા પાયે ગાંજાેનો જથ્થો પકડાતાં દોડઘામ મચી જવા પામી છે.વિસનગરમાં વર્ષોથી નશાનો કારોબાર કરતી તથા ઘણી વાર જેલમા જઈ આવેલ મહિલા આરોપી રજીયાબાનુની ધરપકડ કરી આ ધંધામાં તેને મદદગાર કરનાર તથા નશાનો કાળો કારોબાર રાજુ નામના ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper