મકાનમાં આગ લાગતાં સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
- 30 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી
મહેસાણા શહેરના લાખવડી ભાગોળ વિસ્તારના મેલડી માતાજીની મંદિરની બાજુમાં આવેલા પ્રકાશભાઇ રાવળના મકાનમાં મંગળવાર સવારે સડા દસ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જો કે, આગના કારણે ઘરવખરી બળી ગઇ હતી.