ગેસ્ટહાઉસોમાં આઈ.ડી પ્રુફ લીધા વગર જ આપી દેવામાં આવે છે રૂમ
મહેસાણા જીલ્લામાં તથા તાલુકાઓમાં આવેલા ગેસ્ટહાઉસોમાં સરકારી નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. હાલના સમયમાં ગેસ્ટ હાઉસનો મતલબ બદલાઈ ગયો છે.બહારથી આવતાં પ્રવાસીઓ કે સહેલાણીઓને રહેવા માટેનું સ્થળ. પરંતું હાલમાં તમામ ગેસ્ટહાઉસોમાં સવારથી સાંજ સુધી શાળા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જાેવા મળી રહ્યાં છે.
કોઈ પણ ગેસ્ટહાઉસ ચાલું કરવા માટે જે તે વિસ્તારના પ્રાન્ત અધિકારી કે કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં અરજી કરીને જરીરી દસ્તાવેજાે પૂરા પાડીને પરવાનગી મેળવવાની હોય છે જેની સાથે કેટલાક સરકારી નિયમોનું પાલન કરવાના હોય છે. જેમાં ગેસ્ટહાઉસમાં રોકાવનારે પોતાનું સરકાર માન્ય ઓળખપત્ર આપવાનું હોય છે તથા રજીસ્ટરમાં નોંધણી કરવાની હોય છે.જાે ગેસ્ટહાઉસમાં રોકાવનાર કપલ હોય તો બન્નેના ઓળખપત્ર આપવાના રહે છે.અને બન્ને પુખ્ત વયના હોવા જરૂરી છે.
મહેસાણા જીલ્લામાં ચાલતા ગેસ્ટહાઉસોના સંચાલકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ઓળખપત્ર લીધા વિના જ કે રજીસ્ટરમાં કોઈ જાતની એન્ટ્રી કર્યાં વગર જ રૂમ આપી દેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં છોકરીઓની ઉંમર ૧૮ વર્ષથી પણ ઓછી હોય છે.જેની અસર હાલમાં યુવા વર્ગમાં પડી રહી છે.ગુજરાતમાં હાલમાં કેટલીયે ઘટનાઓ જાેવા મળી છે કે પ્રેમી દ્રારા પ્રેમીકાની હત્યા કરવામાં આવી હોય કાં તો હુમલા કરવામાં આવ્યાં હોય. નાની ઉંમરમાં જ આવા હિચકારા કૃત્ય પાછળ કેટલાક અંશે ગેસ્ટહાઉસો પણ જવાબદાર છે. વિસનગર,વિજાપુર,ખેરાલુ,મહેસાણા વિસ્તારમાં ગેસ્ટહાઉસ સંચાલકો સરકારી નિયમોને નેવે મૂકીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યાં છે. સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યા જેવી ઘટના મહેસાણામાં ના બને તે માટે પોલીસ અને વહીવટીતંત્રએ ગેસ્ટહાઉસો ઉપર લગામ લગાવવી જરૂરી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper