30મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદના યજમાન પદે તારીખ 5-4-2022 થી તારીખ 10-4-2022 સુધી યોજાઈ ગઈ. જેમાં 32 જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં મહેસાણા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશ સાહેબશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમીબેન પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી જોટાણા શ્રી નિશીતભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રભાવી પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં ભારે રસાકસી બાદ મહેસાણા જિલ્લા પંચાયતની ટીમનો પરાજય થયો હતો.
મહેસાણા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન અંકિતભાઈ ચૌધરી તથા કોચ ડી.એમ. ચૌધરીએ ટુર્નામેન્ટના ૩૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહેસાણા જિલ્લા પંચાયતની ટીમને ફાઈનલમાં પહોંચાડી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહેસાણા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના ખેલાડી પીન્ટુભાઇ ચૌધરી 50 કરતાં વધુ ની એવરેજ સાથે 250 રન તથા બોલિંગ કરતા 10 વિકેટ મેળવી મેન ઓફ ધ સીરીઝ તથા બેસ્ટ બેસ્ટમેન ઓફ ધ ટુર્નામેન્ટ નો ખિતાબ મેળવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં મહેસાણા જિલ્લા પંચાયતના ખેલાડીઓ રવિ ચૌધરી, હૈદરઅલી ગાયકવાડ, હિતેન્દ્ર ચૌધરી રાકેશ ચૌધરી તથા તમામ ખેલાડીઓનું પ્રદર્શન પ્રભાવી રહ્યું હતું