મહેસાણા ખાણ અને ખનીજ વિભાગની સઘન કાર્યવાહી, અંદાજે ૧.૫ કરોડ નો મુદ્દામાલ જપ્ત
ખનીજ ચોરો, ભૂ માફિયાઓ માં ફફડાટ
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, મહેસાણાની તપાસ ટીમ દ્વારા આજ રોજ તા. ૨૯/૦૩/૨૦૨૨ ના રોજ બાતમીના આધારે કડી તાલુકાના ફુલેત્રા ગામે ચાલી રહેલા બિન અધિકૃત સાદી માટી ખનીજ ના ખનન અને વહનને ઝડપી પડ્યું હતું. મદદનીશ ભૂસ્તરશાશ્ત્રીશ્રી ના જણાવ્યા અનુસાર ખાનગી વાહનમાં જઈને પાડવામાં આવી હતી રેડ. બે હિતાચી મશીન અને એક ડમ્પર મળીને કુલ ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેના લીધે ખનીજ ચોરો, ભૂ માફિયાઓ માં ફફડાટ ફેલાયો છે. હજુ પણ આવી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મદદનીશ ભૂસ્તરશાશ્ત્રીશ્રી એ જણાવ્યુ હતું.
ભાવિન ભાવસાર