જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબના માર્ગદર્શન થી મહેસાણા પોલીસે જાણે ગુનેહગારો સામે લાલ આંખ કરી છે.શહેરમાં બે દિવસ અગાઉ રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા પાર્ક કરીને બજારમાં ગયો હતો. સાંજે રિક્ષા નજરે ન પડતાં તેણે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં રિક્ષા ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે મહેસાણા એ ડીવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં રિક્ષા ચોરી કરનાર ઇસમને ઝડપી પાડયો હતો.મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ રિક્ષા ચોરી મામલે તપાસ શરૂ કરી હતી. જેની અંદર મહેસાણા શહેરમાં રિક્ષાની ચોરી કરનાર ટેવ વાળા ઇસમોને પકડીને આ મામલે ચેક કર્યા હતા. જ્યાં મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા ભોંયરાવાસમાં રહેતો વિજય ઉર્ફ પટેલ દિલીપસિંહને ઝડપી તેની પાસે આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં કડકાઇથી પૂછતાં ઝડપાયેલા આરોપીએ 16 ફેબ્રુઆરીના સાંજે જૂની રાજમહેલ કોર્ટ કેન્ટિંગ પાસે થી રિક્ષાની ચોરી કરી હતી.બાદમાં આરોપીએ મહેસાણાના ઇન્દિરા નગર પાસે ટીપી રોડ પર રિક્ષા બંધ થઈ જતા ત્યાને ત્યાં મૂકી નાસી ગયો હતો.બાદમાં મહેસાણા એ ડીવીઝન પોલીસ ટીપી રોડ પર તપાસ માટે ગઈ હતી. જ્યાં ચોરાયેલી રિક્ષા પોલીસે કબ્જે કરી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.