મહેસાણા એરપોર્ટ નજીક કોઈ ઇમારતનું બાંધકામ થતું હોય તો સિવિલ એવિએશન નિયમ ૧૯૯૪ મુજબ એરપોર્ટની ફરતે કોઈપણ ઊંચી બિલ્ડીંગ થતી હોય તો નાગરિક ઉડ્યન વિભાગનું ના વાંધા પ્રમાણપત્ર લેવાનું જરૂરી છે. તેમજ જાે પ્રમાણપત્ર લેવામાં ન આવ્યું હોય તો તેમની સામે યોગ્ય પગલાં લેવા રજુઆત કરી છે. તેમજ હાલમાં એરપોર્ટ નજીક ઈમારતનું બાંધકામ ચાલુ છે જેના લીધે પ્લેનના ઉતરાણ અને ચડાણમાં આ બાંધકામ નડતરરૂપ થઈ શકે છે.
ઇમારતનું બાંધકામ એરપોટ નજીક થાય છે તો આ બાંધકામ પર હજુસુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હોવા બાબતે રજૂઆતો કરેલી છે. તો આ બાંધકામ બાબતે સ્થળ તપાસ કરી આપણા અધિકાર પરત્વે નિયમાનુસાર કાર્યવાહી કરી કાર્યવાહી અંગેનો રિપોર્ટ આપવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ મેનેજરે પણ આ બાબતે નગરપાલિકાને લેખિતમાં રજુઆત કરી સિવિલ એવિએશનની મંજૂરી વિના થતા બાંધકામ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગણી કરી છે.મહેસાણા શહેરમાં એરપોર્ટ પાસે સિવિલ એવિએશનના એનઓસી વગર બે બિલ્ડરે કોમર્શિયલ બાંધકામ શરૂ કરી દેતા વિવાદના મંડાણ થયા છે.
પ્રાંત અધિકારી અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાલિકાને કાર્યવાહી માટે પત્ર લખ્યા બાદ પણ એક બિલ્ડર પાલિકાના પ્રમુખનો પુત્ર હોય તેથી અને બીજા અગ્રણી પદાધિકારીઓના સંબંધી હોઈ બંને બિલ્ડર સામે કાર્યવાહી કરવા મુદ્દે લાજ કાઢવામાં આવતા ભારે ચકચાર જાગી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper