પોલીસ તપાસમાં લૂંટમાં પંજાબના શખ્સો શામેલ હોવાની વિગતો મળી,પંજાબના શખ્સને પૂછપરછ માટે મહેસાણા લાવવામાં આવ્યો
થોડાક દિવસો અગાઉ મહેસાણા માલ ગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલમાં આવેલ બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડમાંથી રાત્રિના સમયે સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારૂઓએ ઓફિસમાં મેનેજર સહિત બે કર્મચારીઓને માર મારી આઈ.એલ.ટી.એસના પેપરની લૂંટ ચલાવી હતી. આ કેસમાં બી ડિવિઝન પોલીસે પંજાબથી એક શકમંદને ઉઠાવી લાવી છે એકાદ-બે દિવસમાં પોલીસ બનાવનો ભેદ ઉકેલી શકે તેવી માહિતી મળી છે.વધુ વિગતમાં જાણવા મળ્યું છે કે પોલીસમાં જાહેરાત થતાં જ કંટ્રોલ રૂમ દ્વારા ચારે તરફ નાકાબંધી કરાતા આવી હતી. છતાં લૂંટારૂઓને મહેસાણા બહાર જતા રોકવામાં સફળતા મળી ન હતી જેથી મહેસાણા બી ડિવિઝન અને એલ.સી.બીએ ઊંડી તપાસ હાથ ધરતાં આ લૂંટમાં સ્થાનિક અને પંજાબના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતાં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ પીઆઈ ઘેટિયા પોતાના સ્ટાફ સાથે પંજાબ ખાતે દોડી ગયા હતા.
મહેસાણા પોલીસે પંજાબના ભટીંડા અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા મનાતા એક શકમંદને ઉઠાવી લીધો હતો. જેની પૂછપરછ માટે મહેસાણા લાવવામાં આવ્યો છે, જાે કે પૂછપરછમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઇ રહી છે.
અહેવાલ…ભાવિન ભાવસાર..મહેસાણા