મહેસાણા પાલિકા પર જેતે સમયે કોંગ્રેસ શાસિત પક્ષનો દબદબો હતો. એ દરમિયાન શહેરના યુવાનો અને સિનિયર સીટીઝન માટે સ્વિમિંગ પુલનું આયોજન કોંગ્રેસ પક્ષના શાસનકાળમાં મંજૂર થઈ અને બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. બાદમાં ભાજપની બોડી પાલિકામાં આવતા સ્વિમિંગ પુલનું કામ અધૂરું હતું એ પૂર્ણ કરી ૧ એપ્રિલના રોજ લોકાર્પણ કરવામાં આવે એ પહેલાજ કોંગ્રેસના અગ્રણી પાલિકા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જયદીપસિંહ ડાભી, સહિતના અગ્રણી ભેગા મળીને સ્વિમિંગનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. મહેસાણા પાલિકા જ્યારે કોંગ્રેસ શાસિત હતી.
એ દરમિયાન અમારા માજી પ્રમુખ દ્વારા આ અટલ સપોર્ટ કોમ્પ્લેક્ષનું ખાત મુરહુત કરેલું અને તેમના કાર્યકાળ દરમિયાન અડધાથી વધુ કામગીર થઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતાનું પત્રિકામાં નામ પણ લખવાનું ભૂલી ગયા છે. આ બાબતે મને કઈ ખબર નથી. ઉદ્ઘાટન કરવાનો એમનો કોઈ અધિકાર નથી, તપાસ કરીને જાણ કરું એમ કહી વાત ટાળી હતી.મહેસાણા શહેરમાં આવેલા મહાત્મા ગાંધી બાગની સામે ૬.૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું અટલ સપોર્ટ સેન્ટર અને આસ્થા ફ્લેટથી કમળપથ સુધીન કેનાલ પર તૈયાર થયેલા રોડનું લોકાર્પણ આવતીકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું. જાેકે, આજે સવારે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મહાત્મા ગાંધી બાગની સામે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી કરે એ પહેલા જ ઉદ્ઘાટન દેતા વિવાદ સર્જાયો છે.