મહેસાણાના વડસમા ગામે રહેતા કમલેશ ગાંડાભાઈ વાઘેલાના પિતા ગાંડાભાઈ કુબેરભાઈ વાઘેલાને કુટુંબી કાકા રાજુ કાંતિ વાઘેલા, મયુર વાઘેલા, ગૌરાંગ વાઘેલા અને અન્ય બે અજાણ્યા શખ્સે વડસમા ગામે આવી જમીન બાબતે ગાળાગાળી કરી હતી. તેમજ ફરિયાદીને “તમારી બાજુમાં આવેલા અમારા પ્લોટના પૈસા આપી દો કે પ્લોટ ખાલી કરી દો” એમ કહી બોલાચીલી કરી હતી. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા રાજુ વાઘેલાએ તેમને લાફા ઝીંક્યા હતા અને મયુર વાઘેલા, ગૌરાંગ વાઘેલા અને તેના બે સાથીદારોએ ગુપ્તિ, છરી અને બંદૂક સાથે ઘરમાં ઘુસી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જે ગોળી દીવાલ સાથે અથડાઈ નીચે પડી ગઈ હતી. પરંતુ ગોળીના ફાયરિંગ વડે ઉડેલા ગન પાવડરને લીધે ફરિયાદીના કાકા ભાનુભાઈને ડાબી આંખ અને ડાબા કાને ઇજા થઇ હતી. ત્યારબાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જેને પગલે ફરિયાદી કમલેશ વાઘેલાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણાના વડસમા ખાતે પાંચ ઈસમોએ જમીનની તકરાર બાબતે એક યુવાનને માર મારી, ગાળાગાળી કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગોળી દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઈ હતી. ત્યારબાદ ઈસમો ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ જતાં ફરિયાદીએ આરોપીઓ વિરૂદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.