મહેસાણાના નાગલપુરના અભિનવ બંગ્લોઝના ૨૧૨ બંગ્લોઝના રહીશોની નાછૂટકે ખાળકુવા બનાવવા પડ્યાની અને તે અનેકવાર ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પાલિકામાં આ મામલે રજૂઆત કરવા આવેલા અભિનવ બંગ્લોઝના રહીશ એડવોકેટ મહેશ પવાર અને તેમના પડોસીઓએ રૂ. ૭૦ લાખના ખર્ચે તાજેતરમાં ભૂગર્ભ ગટર લાઈન નાખી દીધી છે. પરંતુ આ ભૂગર્ભ ગટર લાઈનનું કનેક્શન મેઈન લાઈન સાથે કરવાનું કામ કોન્ટ્રાક્ટરે શરૂ જ નથી કર્યું. ઉપરાંત રાધે કુંજ બંગલોઝમાં ચાલતું કામ કોન્ટ્રાક્ટરે સભ્યોને કોઈપણ કારણ આપ્યા વિના આચાનક અટકાવી દીધું હતું. જેને પગલે અભિનવ બંગ્લોઝના રહીશોએ આ મામલે પાલિકાને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાલિકામાં રજૂઆત માટે આવેલા રહીશોને નગરપાલિકાએ ભૂગર્ભ ગટરની લાઇનનું મેઈન લાઈન સાથે જાેડાણ બાકી હોવા છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપી દીધું હોવાનો આક્ષેપ પણ કર્યો હતોમહેસાણાના નાગલપુર વિસ્તારમાં વાઇડ એંગલ પાછળ કુંજ બંગ્લોઝ પાસે આવેલા અભિનવ બંગ્લોઝમાં રૂપિયા ૭૦ લાખના ખર્ચે નખાયેલી ભૂગર્ભ ગટર લાઈન અને મેઈન લાઈન સાથે કનેક્શન આપવામાં પાલિકાએ ઢીલી નીતિ કરતા રહીશોએ પાલિકામાં રજૂઆત કરી હતી.