ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામે રહેતા બાબુ ખોડાભાઈ રાઠોડના પત્ની ગામના સરપંચ છે. જાે કે સંપૂર્ણ વહીવટ બાબુ રાઠોડ જ સંભાળે છે. ફરીયાદીએ બોરની ટાંકી અને ઓરડાની આકારણી કરવા માટે રોહિસ્સા ગ્રામ પંચાયત ખાતે અરજી આપી હતી. જેમાં સરપંચના પતિ બાબુ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ચીમનલાલ પરમાર અને પંચાયતના સભ્ય બળદેવ બીજાેલભાઈ રબારીએ ઉપરોક્ત કામ?? માટે રૂ. ૨ લાખની મોટી રકમની માંગણી કરી હતી. જમીનની આકારણી થશે. બાદમાં બોરની આકારણી માટે રૂપિયા ૨ લાખ રોકડાની માંગણી કરી હતી. આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા એસબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. સરપંચ પતિ બાબુ ખોડાભાઈ રાઠોડે અરજદારને પોતાના મકાનમાં બોલાવ્યો હતો. આ દરમિયાન અરજદાર સાથે ગાંધીનગરની એસીબી ટીમે ઘટનાસ્થળે પહોંચી અને? લાંચ પેટે રૂ. ૨ લાખ સ્વીકારતા રંગેહાથ બાબુ રાઠોડને ઝડપ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં તલાટી કમ મંત્રી પ્રશાંત પરમાર અને પંચાયતના સભ્ય બળદેવ રબારી હાજર નહોતા. જેથી આ બંનેને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ ગાંધીનગર એસીબીએ આ સમગ્ર મામલે કુલ ત્રણ સામે લાંચ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દેશ અને રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ગ્રામ્ય લેવલ પર કામ કરાવવા માટે હવે લાંચ માંગવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના રોહિસ્સા ગામે આકારણી માટે સરપંચના પતિ, તલાટી અને સભ્યએ રૂ. ૨ લાખની લાંચ માંગતા ચકચાર મચા જવા પામી છે. જેથી ફરિયાદીએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતાં ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ત્રણ પૈકી લાંચીયા સરપંચના પતિને રંગેહાથે ઝડપી લીધો છે. જ્યારે ઘટનામાં ફરાર તલાટી અને સભ્યને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper