મહેમદાવાદના પૂર્વ કોંગી ધારાસભ્ય ગૌતમ ચૌહાણ
ખેડામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર ખેડાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ ચાલતી હતી જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે દારૂની મહેફિલ માણતા સાત લોકોને ઝડપ્યા હતા.
મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત સાત લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. તમામને ખેડા ટાઉન પોલીસ લાવવામાં આવ્યા હતા.
અન્ય પકડાયેલ 7 આરોપીઓ
- મનીષભાઇ જગદીશભાઇ પટેલ રહે. ભાટીયાલાટ
- નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ રહે. નવજીવન સોસાયટી મહેમદાબાદ
- દિલીપભાઈ નટવરભાઇ શાહ રહે. પૃથ્વી કોમ્પલેક્ષ મહેમદાબાદ
- કેયુરભાઇ નાગેશભાઇ પટેલ રહે. માકવા ગામ મહેમદાબાદ
- બાબુભાઇ રમણભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
- ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
- અરવિદભાઇ બુધાભાઇ ચૌહાણ રહે. છાપરા તા.મહેમદાબાદ