મહર્ષિ આનંદ પ્રકાશ ગૌશાળાના લાભાર્થે ઉદાર હાથે વહી રહ્યો છે દાનની સરવાણીનો ધોધ
મહર્ષિ આનંદ પ્રકાશ ગૌશાળા આશ્રમ ડેડાવાના લાભાર્થે એક ભૂદેવ ફાઉંડેશનના WhatsApp ગૃપના મધ્યમથી લાખો રૂપિયાનો ફાળો એક્ત્રીત થઈ રહ્યો છે, જેમાં ગૌશાળાના લાભાર્થે યોજાનાર ભવ્ય લોકડાયરામાં યોગદાન આપી ગૌસેવા કાર્ય માટે બ્રહ્મસમાજની સાથે-સાથે અન્ય સમાજના લોકો પણ ઉદાર હાથે દાનનો ધોધ વહાવી અનોખી કામગીરી કરી રહ્યા છે, સમાજના યુવાનો ઘણી વખત આવું અનેક પ્રકારનું ઉત્તમ કાર્ય આ whatsApp ગ્રુપના માધ્યમથી સેવા કાર્ય કરી રહ્યા છે. કોરોના કાળમાં જરૂરિયાત મંદને ઓક્સિજનની સગવડ, બ્લડ ડોનેશન સહિત દવાખાનાનો ખર્ચ બહુ મોટો હોય તો પણ આ ગ્રુપ ખડેપગે ઊભું રહી યોગદાન આપતું આવ્યુ છે, હાલ ગૌશાળાના લાભાર્થે લાખો રૂપિયા ભેગા કરી ડેડાવા ગૌમાતાજીની સેવા માટે અવિરત કાર્ય કરી રહ્યું હોઈ આવા સેવાભાવી યુવાનો ધન્યવાદને પાત્ર છે. આ મહાન કાર્યની આગેવાની મુખિયાજીના હુલામણા નામથી જાણીતા ભાખરી ગામના માજીસરપંચ નરસિંહભાઈ (ઉર્ફે- એન.ડી.જોષી) અને વિક્રમભાઈ ચારડા ગણેશ પ્લાયવુડ થરાદની પ્રેરણાથી સમાજના અગ્રણીઓ અને યુવાનોએ જહેમત ઉપાડીને તન-મન-ધનથી ગૌસેવાના લાભાર્થે યોગદાન આપી રહ્યા છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ