મધ્યપ્રદેશના રાનીપુરમાં કાઢી મૂકાયેલા વિદ્યાર્થીએ પોતાનાં સાથીઓ સાથે ભેગા મળીને હુમલો કર્યો અને કાર પર પત્થરમારો કર્યો.
પંકજ નામના શિક્ષકને યુવકોએ રસ્તા વચ્ચે કારને રોકીને માર્યો હતો, આ ઘટના 2 ઓગસ્ટ ની છે.
બદલો લેવાનું મુખ્ય કારણ: માખન રાજભેર નામનાં એક છોકરાને સ્કૂલ માં લેટ આવતાં બહાર કાઢી મૂકતાં માખન ત્યારથી પંકજનો બદલો લેવાની ફિરાકમાં હતો. આ ઘટના નવેમ્બર 2021 ની છે. પંકજ એ રાનીપુરમાં એક ખાનગી વિદ્યાલયમાં શિક્ષક છે. અને આ બદલો લેવાનો મોકો 2 ઓગસ્ટે મળતાં તેણે પોતાના ત્રણ સાથીની સાથે પંકજને માર્યો હતો.
કારમાં શિક્ષક સાથે સાથે અંદર બેઠેલાઓ પર હુમલો કર્યો:શિક્ષક પંકજે જણાવ્યું હતું કે કાર ભાડાની હતી, જેને ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. આરોપીઓએ ડ્રાઈવરને પણ માર્યો છે. તેણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. મારવાના સમયે કારમાં મારી બહેન અને ભાણી પણ હતી. તેઓ છોડાવવાની બૂમો પાડતાં હતાં. જોકે તે વિદ્યાર્થી અને તેના સાથીઓ મને મારતા રહ્યા હતા.
18 દિવસ વીતી ગયા, છતાં પણ કોઈ આરોપી ને નથી પકડ્યાં:અત્યારસુધીમાં એકપણ આરોપીને ન પકડી શકવા અંગે સીઓ મોહમ્મદાબાદ ગોહના નરેશ કુમારે જણાવ્યું હતું કે આરોપી માખન સહિત અન્ય 3 આરોપી વિરુદ્ધ 2 ઓગસ્ટે પંકજના કહેવા પર કેસ નોંધાયો હતો. પરંતુ 18 દિવસ થયાં છતાં પણ પકડવામાં આવ્યાં નથી પંકજ ના મત મુજબ ઝડપથી આરોપીઓને ઓળખીને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper