ભારત સરકારે પાકિસ્તાનની સહિત ૨૨ યુટ્યુબ ચેનલો બ્લોક કરી

0
143

ભારત સરકારે ૨૨ યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે. આઈટી નિયમો, ૨૦૨૧ હેઠળ, ૧૮ ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે. આ સિવાય પાકિસ્તાનમાં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે. આ રીતે, કુલ મળીને, ભારત સરકારે ૨૨ યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જાેડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી. આ યુટ્યુબ ચેનલો પર ટીવી ન્યૂઝ ચેનલોના લોકો અને દર્શકોને ખોટા થંબનેલ દ્વારા છેતરવાનો આરોપ છે. યુટ્યુબ ચેનલો ઉપરાંત ત્રણ ટિ્‌વટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક કરી દેવામાં આવી છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે આ ચેનલોને બ્લોક કરવા માટે આઈટી નિયમો, ૨૦૨૧નો ઉપયોગ કરવામાં આવ્યો છે.બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ ૨૬૦ કરોડથી વધુ હતી. આ ચેનલો ભારતના વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહી હતી. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે અહીં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડા પ્રધાન ખાનને હટાવવાના વિપક્ષના પ્રયાસને ઉપરાષ્ટ્રપતિ સૂરીએ ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. વિપક્ષે ડેપ્યુટી સ્પીકરના ર્નિણયને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટનો ર્નિણય રાષ્ટ્રપતિના નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના આદેશની માન્યતા પણ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here