મે.આઇ.જી.પી. સાહેબ શ્રી, અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, અમદાવાદ ગ્રામ્ય નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, સાણંદ વિભાગ, સાણંદ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવ્રુતિને નેસ્ત નાબુદ કરવાના હેતુસર પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ બોપલ પો.ઇન્સ.શ્રી ડી.એન.પટેલ સાહેબ નાઓને સુચના કરેલ હોય જે આધારે પો.સબ.ઈન્સ. જે.એમ.રબારી ને બાતમી હકીકત મળેલ કે મુકેશજી ઉર્ફે બાજીયો અરજણજી ઠાકોર રહે. ખોડીયાર ગામ, ભોયણીયા વાસ નાનો પોતાના રહેણાંક મકાનમા કબજા ભોગવટામા ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ નો વેચાણ નો ધંધો કરે છે, જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ જઈ પ્રોહી અંગેની રેઈડ કરતા સદરી ના કબજા ભોગવટા માથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની બોટલ નં. ૩૯૫ કિ.રૂ. ૧,૦૮,૭૦૦/- નો મુદ્દામાલ ગેર કાયદેસર અને વગર પાસ પરમીટે રાખી પકડાઈ ગયેલ હોય, તેના વિરૂધ્ધમા ગુન્હો રજી. કરી કાયદેસર ની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવા મા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમા પો.ઈન્સ. શ્રી, ડી.એન.પટેલ તથા પો.સબ.ઈન્સ જે.એમ.રબારી તથા એ.એસ.આઈ છગનભાઈ તથા અ.હે.કો. દિપકકુમાર મથુરભાઈ તથા અ.હે.કો. શક્તિસિંહ ઘનશ્યામસિંહ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ તથા આ.પો.કો. ઘનશ્યામભાઈ કનુભાઈ તથા અ.પો.કો. મહાવીરસિંહ રૂપસંગસિંહ નાઓ જોડાયેલ હતા.