બોટાદ
બરવાળા લઠ્ઠાકાંડ મામલો
ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 55ના મોત
સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ
રોજિદમાં 9ને અગ્નિદાહ માટે જગ્યા ઓછી પડી
નશો કરવા ઝેરી કૅમિકલ પીતાં બરવાળા તાલુકાના 12 જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો મૃત્યુ પામ્યાં
મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ, હૈયાફાટ રૂદન અને વલોપાતથી ગામોમાં અજંપો અને રોષ ફેલાયા
દેવગણાના ગલ્લાવાળાએ 1000 રૂપિયામાં મોત ખરીદ્યું હતું
ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
કુલ મૃત્યુ આંક ૫૫ થયો
લઠ્ઠાકાંડ ના મામલે સારવાર લઈ રહેલા વધુ એક યુવાન દર્દી એ ગુમાવ્યો જીવ
ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા વધુ એક યુવાન દર્દી નું નીપજ્યું મૃત્યુ
વેજલકા ગામ ના 26 વર્ષીય યુવાન નું નીપજ્યું સારવાર દરમ્યાન મોત
ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં 18 લોકો ના થયા મોત
હજુ પણ 4 જેટલા દર્દીઓ છે અતિ ગંભીર હાલત માં છે