બસમાં 50 હજાર રૂપિયા ભરેલું પર્સ મૂકી નાસ્તો લેવા ગયેલા મુસાફરને બસ ઉપડી જતાં રહી ગયેલું પર્સ પાછળ આવેલી વિસનગર ડેપોની બસના ડ્રાઇવર- કંડક્ટરની મદદથી પરત મળતાં મુસાફરના જીવમાં જીવ આવ્યો હતો. મુસાફરે પણ બંનેને બિરદાવી ઇનામ આપ્યું હતું.કરજણ તાલુકાના ચીરદંડી ગામના ચાૈહાણ ફીરોજભાઇ અબ્દુલભાઇ અમદાવાદથી ઘરે જવા સાંજના 5.10 વાગે ગીતામંદિર બસ સ્ટોપે ઊભેલી અમદાવાદ-વલસાડ બસમાં સીટમાં જગ્યા રાખવા 50 હજાર રૂપિયા અને ડોક્યુમેન્ટ મુકેલ પર્સ મૂકી નાસ્તો લેવા ગયા હતા. આ દરમિયાન બસ નીકળી જતાં ફીરોજભાઇ હતપ્રત બની ગયા હતા. 5-30 વાગે ગીતા મંદિર બસ સ્ટોપે વિસનગર-વડોદરા બસ આવતાં ફીરોજભાઇએ બસના કંડક્ટર ઉપેન્દ્ર નાયક અને ડ્રાઇવર વિજય પટેલને તેમનું પર્સ આગળની બસમાં જતું રહ્યું હોવાનું જણાવતાં બંનેએ ફીરોજભાઇને આશ્વાસન આપી ગીતામંદિરથી વલસાડ તરફ ગયેલી બસોના સંપર્કો શરૂ કર્યા હતા.
આખરે વલસાડ ડેપોના એટીઆઇ પાસેથી વલસાડ- અમદાવાદ બસના કંડક્ટરનો નંબર લઇ બસમાં પર્સની ચકાસણી કરાવતાં સહી સલામત હાલતમાં બસમાં પડેલું હોવાનું કંડક્ટરે જણાવતાં વિસનગર બસના કંડક્ટર ઉપેન્દ્રભાઇ નાયકે આ પર્સ વડોદરા ડેપોના ટીસીને આપવા જણાવ્યું હતું. જ્યાં રાત્રે વડોદરા પહોંચી ડેપોના અધિકારીની હાજરીમાં મુસાફર ફીરોજભાઇને તેમનું પર્સ પરત અપાવ્યું હતું.
Source – divya bhaskar
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper