- જિલ્લામાં શુક્રવારે 245 લોકો સ્વસ્થ થયા
બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. શુક્રવારે જિલ્લામાં 157 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1020 પર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે જિલ્લામાં 245 લોકો ડિસ્ચાર્જ થયાં છે.
બનાસકાંઠ જિલ્લામાં શુક્રવારે 157 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCRના 2792 અને એન્ટીજન 1232 ટોટલ 4024 જેવા ટેસ્ટ કરતા 157 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
શુક્રવારે નોંધાયેલા કેસમાં અમીરગઢમાં 04, ભાભરમાં 11, દાંતામાં 10, દાંતીવાડામાં 11, ડીસામાં 36, દિયોદરમાં 03, ધાનેરામાં 16, કાંકરેજમાં 04, લાખણીમાં 01, પાલનપુરમાં 30, સુઈગામમાં 01, થરાદમાં 14, વડગામમાં 07 અને વાવમાં 09 સહિત જિલ્લાના 14 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં 245 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 1020 થયો છે. એક્ટિવ કેસની સંખ્યા તાલુકા પ્રમાણે જોઈએ તો, અમીરગઢમાં 08, ભાભરમાં 27, દાંતામાં 58, દાંતીવાડામાં 43, ડીસામાં 247, દિયોદરમાં 27, ધાનેરામાં 61, કાંકરેજમાં 39, લાખણીમાં 12, પાલનપુરમાં 348, સુઈગામમાં 08, થરાદમાં 53, વડગામમાં 32 અને વાવમાં 57 કેસ આજ સુધીમાં 14 તાલુકામાં એક્ટિવ છે.