બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન 30 હજારની કિંમતના 300 ગ્રામ અફિણના રસના જથ્થો સાથે એક શખ્સ ઝડપાયો હતો. થરાદ પોલીસે ઇસમની અટકાયત કરી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એક્ટ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.થરાદ પોલીસ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ખાનગી ઇકો ગાડીમાં બેઠેલા પેસેન્જર મોહનલાલ ખિચડ(બિશ્નોઇ) (રહે.ખીચડો કી ઢાણી, કોટડા તા.રાણીવાડા જિ.જાલોર રાજસ્થાન) વાળાના જાત કબજામાંથી વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ અફિણનો રસ કુલ 300 ગ્રામ જેની કિંમત 30 હજાર સહીત કુલ કિંમત 31 હજાર 900 ના મુદ્દામાલ સાથે વાહન ચેકીંગ દરમિયાન મળી આવતાં ઇસમને ઝડપી પાડ્યો હતો. જેમાં ઇસમ વિરૂદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Source – divya bhaskar