બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ ૨૧ અને ૨૨ ના કમોસમી વરસાદને લઈ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લામાં રાખવામાં આવેલું અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલી અનાજની બોરીઓની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પાન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પાલળી ન જાય તે અંગે જિલ્લા ડિઝાસ્ટ અધિકારીએ સચેત રહેવા તાકીદ કરી છે.બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. આગામી ૨૧ અને ૨૨ના રોજ જિલ્લામાં કમોસમી વરસાદની અગાહી લઈ ખેતીવાડી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી નાયબ બાગાયત નિયામકને ડિઝાસ્ટર વિભાગ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે. આગાહીને લઈ તંત્ર એલર્ટ થઇ ગયું છે.