વોટ્સએપ પર ક્હ્યું આપણે સાથે નહીં રહી શકીએ
અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા અને ખાનગી નોકરી કરતી મહિલાના લગ્ન નાગપુર ખાતે નવનીત કાલબાંડે સાથે વર્ષ ૨૦૧૮માં થયા હતા. સંયુક્ત પરિવારમાં એક મહીનો સારી રીતે રાખ્યા પછી ગેરવર્તાવ કરવામાં આવતો હતો. જુન-૨૦૧૯માં મહિલા પિયરમાં ગઈ તેના ત્રીજા દિવસે પતિએ વોટ્સ-એપથી કહ્યું હતું કે, હવે આપણે સાથે નહી રહી શકીએ. ડિવોર્સ પેપર્સ અને તારો સામાન કુરિયર કરૂં છું અને દાગીના સરોજ સાથે મોકલાવું છું.
મહિલાએ પોતે કુરિયરનો સામાન સ્વિકારશે નહીં તેવી વાત કરી હતી. વીસેક દિવસ પછી કુરિયર ઓફિસમાંથી સામાન ડિલીવરીનો મેસેજ આવતાં મહિલાએ પતિને ફોન કર્યો હતો અને સામાન બીજે મોકલી દીધો હોવાથી પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. પતિએ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર તેવી વાત કરી હતી. મહિલાએ કુરિયરના ગોડાઉન ઓફિસે તપાસ કરતાં સામાન તેમના નણંદ સરોજબહેન લઈ ગયાનું જણાયું હતું.
સાસરી અને પિયરમાંથી મળેલા દાગીના સાસરીમાં જ છે. મહિલાએ સામાન બાબતે નાગપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં કુરિયર બોયે જણાવ્યું હતું કે, સામાન મોકલનાર નવનીતે જ સામાન તેમના બહેન લઈ જશે તેમ જણાવ્યું હતું. આ પછી મહિલાએ સાસરીમાં આવીને વાત કરવા પ્રયાસ કર્યો પણ સરખો જવાબ અપાયો નહોતો. મહિલાને જાન્યુઆરી-૨૦૨૦માં અમદાવાદમાં નોકરી મળી હતી. પતિ સાથે સમાધાન માટે સમય મળશે તેમ માની અમદાવાદ આવેલી મહિલાને ખબર પડી હતી કે, પતિએ બીજા લગ્ન કરી લીધા છે. આખરે મહિલાએ છૂટાછેડા મેળવવા માટે ત્રાસ આપતા પતિ, સાસરિયા સામે મહિલા વેસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છેઅમદાવાદમાં પરણિત મહિલાઓને સાસરિયા અને પતિ દ્વારા થતાં શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં દહેજ અને છુટાછેડાને લગતાં વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
શહેરમાં સામે આવેલા એક કિસ્સામાં પતિએ વોટ્સ-એપથી પત્નીને કહી દીધું હતું કે, આપણે સાથે નહીં રહી શકીએ. આ પછી ડિવોર્સ પેપર અને સામાન કુરિયર કરી દીધાં હતાં. પરંતુ, પરિણીતાએ તે સ્વિકારવાના બદલે સમાધાનના પ્રયાસ કર્યા હતા. નાગપુરની યુવતી અમદાવાદમાં નોકરી કરવા આવી ત્યારે પતિએ બીજા લગ્ન કરી લીધાની જાણ થતાં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper