હાલમાં લગ્નસરાની અને અન્ય પ્રસંગોની સીઝન પુરબહારમાં ખીલી છે. અને લોકો વ્યવહાર સાચવવા પ્રસંગમાં હાજરી આપવા પણ જાય છે. ત્યારે ચોટીલા તાલુકાના પીપરાડી ગામે એક કોળી સમાજના શ્રીમંત પ્રસંગે હાજરી આપવા માટે ગયેલા આશરે ૭૦થી વધુ લોકો ફૂડ-પોઇઝનિંગનો શિકાર બનતા દોડાદોડી મચી જવા પામી હતી. જેમાં શ્રીમંત પ્રસંગમાં જમણવારમાં ભોજન લીધા બાદ નાના નાના ભુલકાઓ અને મહિલાઓ સહિત ૭૦થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગ થતાં શ્રીમંતના પ્રસંગમાં દોડધામ મચી જવા પામી હતી. આથી આ તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે સૌ પ્રથમ પ્રાથમિક સારવાર અર્થે પીપરાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જેમાંથી કેટલાક લોકોને ફૂડ-પોઇઝનિંગની વધારે અસર થવાથી એમને ઝાડા-ઉલ્ટીઓ વધારે થતાં એમને ચોટીલા ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં વધુ સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે ખસેડી ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવ્યા હતા.
ચોટીલા હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન મળતા દર્દીઓના સગા વહાલાઓમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. બાદમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાકીદે દર્દીઓની સઘન સારવાર કરાતા માંડ મામલો થાળે પડ્યો હતો. ત્યારે ચોટીલા તાલુકાના પીપરાળી ગામે કોળી સમાજના શ્રીમંત પ્રસંગમાં જમણવાર બાદ બંને પરીવારોની મહિલાઓ અને નાના નાના બાળકો મળી ૭૦થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગના લીધે ઝાડા-ઉલ્ટીઓ શરૂ થતાં પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી અને પ્રસંગને અધુરો મૂકી દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવાની નોબત આવી હતી. આ લખાય છે ત્યારે ચોટીલા સરકારી હોસ્પિટલના સ્ટાફના જણાવ્યાનુસાર તમામ દર્દીઓની હાલત હાલમાં સ્થિર હોવાનું જણાવ્યું હતુ.હાલમાં એક બાજુ લગ્ન તેમજ શ્રીમંત પ્રંસંગની મૌસમ ચાલુ થઈ છે.
ત્યારે ચોટીલા તાલુકાના પીપરાડી ગામે એક કોળી સમાજના શ્રીમંત પ્રસંગે હાજરી આપવા માટે ગયેલા આશરે ૭૦થી વધુ લોકો ફૂડ-પોઇઝનિંગનો શિકાર બનતા દોડાદોડી મચી જવા પામી હતી. જેને લઈને ફૂડ-પોઇઝનિંગનો ભોગ બનેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર માટે પીપરાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.