રાજસ્થાનના પાલી જીલ્લાની ગૌશાળામાં સેવાભાવીઓએ કરી મીઠા પાણીના ટેન્કરોની વ્યવસ્થા
ગૌશાળામાં ખારું પાણી હોઈ બનાસકાંઠાથી કરી આપી મીઠા પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા….
જળ એ જીવન માટે અતિ આવશ્યક હોઈ જળ એજ જીવન સૂત્ર સાર્થક થાય છે, ત્યારે રાજસ્થાન રાજયના પાલી જીલ્લાની ચાર ભુજા ગૌશાળા ખાતે બનાસકાંઠા બજરંગ સેનાના કાર્યકરોએ મીઠા પાણીનાં ટેન્કરો પહોચાડી ઉમદા કામગીરી બજાવી હતી, રાજસ્થાનના પાલી જીલ્લાની ગૌશાળામાં ૪૫૦થી વધુ ગૌમાતાઓનું લાલન પાલન થાય છે પરંતુ ત્યાં ખારા પાણીને કારણે પાણી પીવા માટે ઉપયોગી ન હોઈ ગૌશાળાના ગૌસેવકોએ પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને ગૌશાળામાં મીઠા પાણીની વ્યવસ્થા કરી આપવા ગૌભકતોને અનુરોધ કર્યો હોઈ અનેક ગૌસેવાભાવી વિરલાઓ અગ્રેસર બની મીઠા પાણીની વ્યવસ્થા કરી આપે છે. ત્યારે બજરંગ સેના પ્રદેશ મહાસચિવ સંજયકુમાર દવે કુડા(લાખણી), બેંગલોર સંગઠન મંત્રી રૂપારામજી દેવાશી સહિતના કાર્યકરોએ ચાર ભુજા ગૌશાળા પાલી જીલ્લા ખાતે મીઠા પાણીના ટેન્કરો પહોચાડી જળ એજ જીવનને સાર્થક બનાવી ઉમદા કાર્યનો સંદેશો પાઠવ્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.