પાલનપુર નગરપાલિકાની સેવાઓ દિન-પ્રતિદિન કથળતી જાય છે. રોડ-રસ્તાની વાત હોય, ગંદકીની વાત હોય અથવા પીવાના પાણીની વાત હોય પાલનપુર નગરપાલિકા હંમેશા વિવાદમાં હોય છેચ. પાલનપુરના કોટ વિસ્તારને ઓરમાયુ વર્તન કરતા હોય તેવા નગરપાલિકાના શાસકો સામે પાલનપુર નગરપાલિકાના કોંગી સદસ્યો તેમજ કોટ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને મહિલાઓએ આક્રોશ સાથે પાલનપુર નગરપાલિકામાં માટલા ફોડ્યા હતા. પીવાના પાણીના પ્રશ્નને લઈને અને પીવાનું પાણી કોટ વિસ્તારમાં નિયમિત ન મળતું હોવાને કારણે વારંવારની રજૂઆતો છતાં પાલનપુર નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ન કરાતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં માટલા ફોડ્યા હતા. આગામી સમયમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન માસના તહેવાર આવે છે અને આ તહેવારોમાં પાણીનો પ્રશ્ન વિકટ છે, જેને લઇને કોટ વિસ્તારની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
કોટ વિસ્તારની મહિલાઓ સહિતના લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ માટલા ફોડી પાણી મળે તેવી માગણી કરી હતી. જાે કે મહિલાઓએ પાલનપુર નગરપાલિકાનો દરવાજાે બંધ કરીને વિરોધ નોંધાવતા પાલનપુર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પાલનપુર પોલીસે નગરપાલિકાને તાળાબંધી કરવા જતા પાલિકા કોર્પોરેટર સરફરાજ સિંધીની અટકાયત કરી હતી. પાલનપુરમાં પાણીના મુદ્દે મહિલાઓએ પાલિકામાં આવી માટલા ફોડી વિરોધ નોંધાવી વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે આક્ષેપ કર્યા કે, જિલ્લા ભાજપ પ્રમુખ પાલિકા પાસેથી મોટા હપ્તા લે છે. પાલનપુર કોટ વિસ્તારમાં લઘૂમતી સમાજના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. રમજાન મહિનો, ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતી, રામ નવમી સહિતના તહેવારો આવનારા છે. તેમ છતાં પાણી તેમજ ગંદકી દૂર કરવામાં આવતી નથી જેને લઈ પાલિકામાં વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના કોટ અંદર બારડપુરા, ભક્તોની લીમડી, જમાદાર વાસ, કમાલપુરા , માલણ દરવાજા, જનતાનગર,સોનબાગ, સલેમપુરા, ત્રણબત્તી, ખારાવાસ, વીરબાઇગેટ, નાની બજાર, ફોફળિયા કુવા, ઢાળવાસ, ખોડા લીમડા વિસ્તારમાં અંદાજિત ૭૦ હજાર વસ્તી વસવાટ કરે છે. પાલનપુરમાં પાણીના મુદ્દે પાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવી તાળાંબંધી કરવા જતાં હતાં દરમિયાન પોલીસે નગરસેવકને રોક્યા હતા અને બને વચ્ચે ઘર્ષણ થતા નગરસેવક સરફરાઝ સિંધીને પોલીસે ટીંગા ટોળી ઘસેડીને પોલીસ વાનમાં નાખ્યા હતા.પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાલિકા કોંગ્રેસના સદસ્યો તેમજ કોટ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ નગર પાલિકાના ગેટની તાળાબંધી કરવા જતા પાલનપુર નગરપાલિકા કોર્પોરેટર સરફરાઝ સિંધીની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે ભાજપ જિલ્લા પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ સહિત બાંધકામ અને કારોબારી સમિતિના ચેરમેન પર આકરા પ્રહારો કર્યા હતા.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper