પાટણ પાલિકાના એક એપ્રેન્ટીસ કર્મચારી મહિનામાં એક જ દિવસ નોકરી પર આવ્યા હોવા છતાં તેમને આખા મહીનાનો રૂ. ૬ હજાર પગાર ચુકવવામાં આવ્યો છે અને તે અંગે ગુંગડી વોર્ડના ઇન્સપેકટર દ્વારા આ બાબતે નગરપાલિકામાં લેખીતમાં રજૂઆત પણ કરી છે. પરંતુ આ મામલે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ મુકેશભાઇ જે. પટેલ દ્વારા એપ્રેન્ટીસને ખોટી રીતે પગાર ચુકવવા મામલે પુર્વ ચીફ ઓફિસર પાંચાભાઇ માળી અને પુર્વ એસ.આઇ. દિનેશભાઇ સોલંકી વિરુદ્ધ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી ઘટતુ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.
પાટણ નગરપાલિકામાં એક એપ્રેન્ટીસ નોકરીમાં એક જ દિવસ હાજર રહ્યા હોવા છતાં તેમને આખા મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો હોવાનો મુદ્દો સામાન્ય સભામાં પણ ઉઠ્યો હતો. ત્યારે હવે ભાજપના એક નગર સેવક દ્વારા આ મામલે પાલિકાના પુર્વ ચીફ ઓફિસર અને એસ.આઇ. સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.